Lesson 5 : Hammer and Vice (હેમર અને વાઈસ)
Lesson 5 : Hammer and Vice (હેમર અને વાઈસ)
હેમર (Hammer)- પરચિય (Introduction): હથોડી એ એક હેન્ડ ટુલ છે. વર્કશોપમાં જુદા જુદા કાર્યો જેવા કે પંચિંગ, બેન્ડીંગ, સીધું કરવા, ચિપીંગ, ફોર્જીંગ તથા રિવેટીંગ કરતી વખતે ફટકો મારવા માટે હથોડીનો ઉપયોગ કરવામાં આવે છે.
- હેમરના મુખ્ય ભાગો (Major parts of a hammer): હેમરના મુખ્ય ભાગો હેડ અને હેન્ડલ છે. હેડ ડ્રોપ ફોર્જ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. જ્યારે હેન્ડલ લાકડાનું હોય છે. લાકડાનું હેન્ડલ ઝાટકો સહન કરી શકે તેટલું મજબુત હોવું જરૂરી છે
- આક્રુતિ 1 માં હેમરના હેડના ભાગો દર્શાવેલા છે.
- ફેસ
- પેન
- ચીક
- આઈ હોલ
1. ફેસ (Face) – ફેસ એ હથોડીનો ફટકો મારવા માટેનો ભાગ છે. તેની કિનારીઓ ફાટી ન જાય તે માટે તેને થોડા પ્રમાણમાં બહિર્ગોળ રાખવામાં આવે છે. ચિપીંગ, બેન્ડીંગ, પંચિંગ વગેરે ક્રિયાઓ કરતી વખતે ફટકો મારવા તેનો ઉપયોગ થાય છે.
2. પેન (Pein) – હેડના બીજા છેડાને પેન કહે છે. તેનો ઉપયોગ શેપીંગ અને ફોર્મિંગ કાર્ય જેવા કે રીપેરીંગ અને બેન્ડીંગ કરવા માટે થાય છે. પેન જુદા જુદા આકારના હોય છે, જે નીચે મુજબ આક્રુતિ 2 માં દર્શાવેલા છે.
- Ball Pein (બોલપેન
- Cross Pein (ક્રોસપેન)
- Straight Pein (સ્ટ્રેટ પેન)
- ફેસ અને પેનને હાર્ડ કરવામાં આવેલા હોય છે
3. ચીક (Cheek) – ચીક એ હેમરના હેડનો મધ્ય ભાગ હોય છે. ચીક ઉપર હેમરનું વજન છાપેલું હોય છે. હથોડીના હેડના આ ભાગને નરમ રાખવામાં આવે છે.
4. આઇહોલ (Eye Hole) – આઇહોલમાં હેન્ડલ ફીટ કરવામાં આવે છે. તેમાં હેન્ડલ મજબુત રીતે ફીટ થાય તે રીતે તેનો આકાર રાખવામાં આવે છે. હેન્ડલને આઈહોલમાં ફીટ કરવા માટે ફાચરનો ઉપયોગ થાય છે
હેમરના પેનના ઉપયોગ (Application of Hammer Pein):
- બોલપેન નો ઉપયોગ રિવેટીંગ કરવા માટે થાય છે.
- ક્રોસ પેનનો ઉપયોગ ધાતુને એક જ દિશામાં ફેલાવવા માટે થાય છે.
- સ્ટ્રેટ પેનનો ઉપયોગ ખુણાઓમાં કરવામાં આવે છે.
- વિશેષતાઓ (Specification): એન્જીનીયર હેમરને તેમના વજન અને પેનના આકારના આધારે સ્પેશિફાય કરવામાં આવે છે. તે 125 ગ્રામથી 1500 ગ્રામ સુધી જુદા જુદા વજનમાં મળે છે. માર્કીંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હેમરનું વજન 250 ગ્રામ હોય છે. બોલપેન હેમરનો ઉપયોગ મશીન તથા ફિટીંગ શોપમાં સામાન્ય કામો કરવા માટે થાય છે
- હેમરનો ઉપયોગ કરતાં પહેલા નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
- હેન્ડલ બરાબર ફીટ કરેલું હોવું જોઈએ,
- જોબ અનુસાર ચોક્કસ વજનવાળી હેમરનો ઉપયોગ કરવો જોઈએ,
- હેડ તથા હેન્ડલમાં ક્યાંય તિરાડ પડેલી ન હોય તેની ચકાસણી કરવી જોઈએ,
- હેમરના ફેસ ઉપર ઓઈલ અથવા ગ્રીસ ન લાગેલું હોય તેની ચકાસણી કરવી જોઈએ
વાઈસ (Vlce)
- પરિચય (Introduction) – વાઇસનો ઉપયોગ વર્કપીસને (જોબને) મજબુતાઇથી પકડવા માટે થાય છે. વાઈસ અલગ અલગ પ્રકારના હોય છે. બેન્ચ વર્ક માટે ઉપયોગમાં લેવાતા વાઈસને બેન્ચ વાઈરસ (એન્જીનીયર્સ વાઈસ) કહે છે.
- બેન્ચ વાઈસ (Bench Vice): બેન્ચ વાઈસ કાસ્ટ આયર્ન અથવા કાસ્ટ સ્ટીલ જેવા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. તેને મુખ્ય ઉપયોગ ફાઈલીંગ, હેકસોઇંગ, થ્રેડીંગ અને બીજા અન્ય હેન્ડ ઓપરેશન કરતી વખતે વર્કપીસને પકડવા માટે થાય છે. બેન્ચ વાઈસની સાઈઝ તેના જોની પહોળાઇ ઉપરથી નક્કી કરવામાં આવે છે.
- બેન્ચ વાઇસના ભાગો (Parts of a bench vice): બેન્ચ વાઈસના ભાગોના નામ નીચે મુજબ છે. (આકૃતિ – 3)
- ફિક્સ્ડ જો
- મુવેબલ જો
- હાર્ડ જો
- સ્પીન્ડલ
- હેન્ડલ
- બોક્ષ નટ
- સ્પ્રીંગ
બોક્ષ નટ અને સ્પ્રીંગ એ વાઈસના આંતરિક ભાગો છે.
- વાઇસ કલેમ્પ અથવા સોફટ જો (Vice Clamps or Soft Jaws) (આકૃતિ 4):
- ફિનીશ કરેલા જોબને પકડાવા માટે સોફ્ટ જે (વાઈસ કલેમ્પ)નો ઉપયોગ કરવામાં આવે છે. તે એલ્યુમિનિયમના બનેલા હોય છે અને રેગ્યુલ જોની બદલે તેનો ઉપયોગ થાય છે. તેનાથી જોબની સપાટી ખરાબ થવામા અટકે છે.
- પાઈપ વાઇસ (Pipe Vice) : પાઇપ વાઇસનો ઉપયોગ મેટલ ટયુબ્સ | અને રાઉન્ડ સેશનને પકડવા માટે થાય છે. તેના જો વી(V) આકારના હોય છે, જેથી વર્કપીસ ઉપર પકડ સારી રહે છે. (આકૃતિ 5).
- પાઇપ વાઇસના ભાગોના નામ નીચે મુજબ છે.
- ફિક્સ્ડ જો (લોઅર જ
- મુવેબલ જો (અપર જો)
- સ્પીન્ડલ
- હેન્ડલ
- મશીન વાઇસ (Machine Vice): મશીન વાઇસનો ઉપયોગ મશીન ઉપર કાર્ય કરતી વખતે જોબને પકડવા માટે થાય છે. તેનો ઉપયોગ ડ્રિલીંગ, ગ્રાઇન્ડીંગ, મિલીંગ તથા શેપિંગ જેવા ઓપરેશન્સ કરતી વખતે જોબને પકડવા માટે થાય છે. (આકૃતિ 6)
- મશીન વાઈસના ભાગોના નામ નીચે મુજબ છે.
- બેઇઝ
- ફિલ્ડ જો
- મુવેબલ જો
- હાર્ડ જો
- સ્પિન્ડલ
- સ્કવેર શેન્ક






Comments
Post a Comment