Lesson 4 : Basic Hand Tools - File and Try Square (બેઝિક હેન્ડ ટૂલ્સ-ફાઈલ અને ટ્રાય સ્કવેર)

 Lesson 4 : Basic Hand Tools - File and Try Square (બેઝિક હેન્ડ ટૂલ્સ-ફાઈલ અને ટ્રાય સ્કવેર)

  1. ફાઈલ (File)
  • પરિચય (Introduction): કોઇ પણ વર્કપીસ ઉપરથી ફાઇલની મદદથી વધારાના મટીરીયલને દુર કરવાની પધ્ધતિને ફાઇલીંગ કહે છે. ફાઇલ એ એક કટીંગ ટુલ છે, જેના ફેઈસ ઉપર મોટી સંખ્યામાં દાંતા (ટીથ) કાપેલા હોય છે.
  •  ફાઇલ અનેક આકાર અને સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. ફાઇલને હાઇ કાર્બન અથવા હાઇ કાસ્ટ સ્ટાઈલમાંથી બનાવવામાં આવે છે. ફાઇલની ઉપર દાંતા પાડેલા ભાગને (બોડી) જ હાર્ડ તથા ટેમ્પર્ડ કરવામાં આવે છે.
  • ફાઇલના અંગો (Parts of a file):



ફાઈલ ના મુખ્ય અંગો આકૃતિ 1માં દર્શાવેલા છે.
  1.  પોઈન્ટ અથવા ટીપ
  2.  ફેઈસ અથવા સ્લાઈડ
  3.  એઇજ
  4.  હીલ
  5.  ટેન્ગ
  6.  ફેરુલ
  7.  સોલ્ડર
  8.  હેન્ડલ
 ફાઇલનું વર્ગીકરણ નીચે મુજબની બાબતો પર આધાર રાખે છે
  1.  લેન્થ (લંબાઈ)
  2.  ગ્રેડ
  3.  કટ 
  4.  શેઇપ (આકાર)
  •  ફાઈલની લંબાઈ ટીપ થી હીલ વચ્ચે માપવામાં આવે છે.
  •  ફાઈલના ગ્રેડ દાંતાઓ વચ્ચેના અંતર પરથી શોધવામાં આવે છે.
  1.  રફ ફાઈલ (Rough File)ઃ રફ ફાઈલનો ઉપયોગ ધાતુને ઝડપથી મોટા પ્રમાણમાં ઉતારવા માટે થાય છે. તેનો મુખ્ય ઉપયોગ સોફ્ટ ધાતુની રફ ધારોને કાપવા માટે કરવામાં આવે છે. (આકૃતિ 2A)
  2.  બસ્ટાર્ડ ફાઇલ (Bustard File) : જ્યાં મોટા પ્રમાણમાં મટીરીયલને દુર ક૨વાની જરુર હોય છે ત્યાં બાસ્ટર્ડ ફાઇલનો ઉપયોગ થાય છે. (આકૃતિ 2B)
  3.  સેકન્ડ કટ ફાઈલ (Second Cut File) : સેકન્ડ કટ ફાઈલનો ઉપયોગ ધાતુને સારુ ફિનીંશીંગ આપવા માટે થાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે હાર્ડ (કઠણ) ધાતુઓ ઉપર ફાઇલીંગ ક૨વા માટે થાય છે. તેનો ઉપયોગ જોબને ફિનીશીંગ સાઈઝની નજીક લાવવા માટે થાય છે. (આકૃતિ 2C)

  1.  સ્મુધ ફાઇલ (Smooth File) : સ્મુધ ફાઇલનો ઉપયોગ ઓછા પ્રમાણમાં મટીરીયલને દુર કરવા અને સારું ફિનીંશીંગ આપવા માટે થાય છે. (આકૃતિ 2D)
  2.  ડેડ સ્મુધ ફાઈલ (Dead Smooth file): ડેડ સ્મુધ ફાઇલનો ઉપયોગ જોબને ચોકકસ સાઇઝનો બનાવવા માટે થાય છે. તેના દ્વારા ઉંચી કક્ષાનું ફિનીશીંગ મેળવી શકાય છે. (આકૃતિ 2E)
  • સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફાઈલના ગ્રેડ બાસ્ટર્ડ, સેકન્ડ કટ, સ્મુધ અને ડેડ સ્મુધ છે. આ ગ્રેડોની ભલામણ બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડસ (BIS) દ્વારા કરવામાં આવેલી છે.
  • જુદા જુદા પ્રકારના કટની ફાઈલના ઉપયોગ નીચે મુજબ છે.
  •  સીંગલ કટ (Single Cut): સીંગલ કટ ફાઇલનો ઉપયોગ સોફ્ટ મેટલ જેવી કે બ્રાસ (પીત્તળ), એલ્યુમિનીયમ, બ્રોન્ઝ (કાંસુ) અને કોપર (તાંબુ) ને ફાઇલીંગ કરવા માટે થાય છે. (આકૃતિ 3a)

  • ડબલ કટ (Double Cut): ડબલ કટવાળી ફાઇલ વડે સિંગલ કટવાળી ફાઇલ કરતાં વધારે ઝડપથી મટીરીયલ દુર કરી શકાય છે. (આકૃતિ 3b)

  • રાસ્પ કટ (Rasp Cut): રાસ્ય કટ ફાઇલનો ઉપયોગ લાકડું, ચામડું અને અન્ય સોફ્ટ મટીરીયલને ફાઇલીંગ કરવા માટે થાય છે. આ ફાઇલ હંમેશા હાફ રાઉન્ડ આકારમાં જ મળે છે. (આકૃતિ 3c)
  • કર્વ કટ(Curve Cut) : કર્વ કટવાળી ફાઇલથી કટીંગ એકશન ઉંડાઇપુર્વક મળે છે. તેનો ઉપયોગ સોફ્ટ મટીરીયલ જેવા કે એલ્યુમિનિયમ, ટીન, કોપર અને પ્લાસ્ટીક વગેરેને ફાઇલીંગ કરવા માટે થાય છે. (આકૃતિ 3d)
  •  ફાઇલના આકાર (File Shapes) : ફાઇલ જુદા જુદા આકારમાં બનાવવામાં આવે છે. જુદા જુદા આકારના જોબને ફાઇલીંગ કરવા તથા ફિનીશીંગ કરવા માટે જુદા જુદા આકારની ફાઇલનો ઉપયોગ થાય છે. ફાઇલના આકાર સામાન્ય રીતે તેના ક્રોસ-સેકશનના આધારે ઓળખવામાં આવે છે., જે નીચે મુજબ છે.

  •  ફ્લેટ ફાઇલ (Flat File) : આ પ્રકારની ફાઇલનો ક્રોસ-સેકશન લંબચોરસ હોય છે. ફાઇલની કુલ લંબાઇના 2/3 ભાગ સુધી જાડાઈની સાથે સાથે ફાઇલની ધારો સમાંતર હોય છે. ત્યાર બાદ ફાઇલના પોઇન્ટ સુધી તેની ધારો ત્રાંસી હોય છે. ફાઇલના ફેઇસ ઉપર ડબલ કટના દાંતા અને ધારો ઉપર સીંગલ કટના દાંતા હોય છે. આ ફાઇલનો ઉપયોગ સામાન્ય કામો માટે થાય છે. તેનો ઉપયોગ જોબની અંદરની તથા બહારની સપાટીઓને ફાઇલીંગ કરવા તથા ફિનીશીંગ કરવા માટે થાય છે. (આકૃતિ 4a)
  •  હેન્ડ ફાઇલ (Hand Files) : આ પ્રકારની ફાઈલનો ક્રોસ સેકશન ફ્લેટ ફાઇલ જેવો જ હોય છે. ફાઇલની આખી લંબાઇ સુધી જાડાઇની સાથે સાથે તેની ધારો સમાંતર હોય છે. તેની બંને ફેઇસ ઉપર ડબલ કટના દાંતા પાડેલા હોય છે. તેની એક ધાર ઉપર સિંગલ કટના દાંતા હોય છે. જ્યારે બીજી ધાર સેફ (સલામત) હોય છે. સેફ એજના કારણે જોબની ફિનીશકરેલી રસપાટીના કાટખુણે આવેલી સપાટી ઉપર સરળતાથી ફાઇલીંગ કરી શકાય છે. (આકૃતિ 4b)
  • સ્કવેર ફાઇલ (Square File): સ્કેવર ફાઈલનો ઉપયોગ ચોરસ કાણા, આંતરિક ચોરસ ખુણા, લંબચોરસ મોઢા, કિ-વે તથા સ્પલાઈનમાં ફાઇલીંગ કરવા માટે થાય છે. (આકૃતિ 4c)
  •  રાઉન્ડ ફાઈલ (Round File): રાઉન્ડ ફાઇલનો ઉપયોગ વર્તુળાકાર છિદ્રોને મોટા કરવા માટે થાય છે. (આકૃતિ 4d)
  •  હાફ રાઉન્ડ ફાઇલ (Half round File): હાફ રાઉન્ડ ફાઇલ વર્તુળના સેગમેન્ટના આકારની હોય છે. તેનો ઉપયોગ આંતરિક ગોળ સપાટીઓનું ફાઇલીંગ કરવા માટે થાય છે. (આકૃતિ 4e)

  •  મોઇએંગ્યુલર ફાઇલ (Triangular FIM): ટ્રાઇઍગ્યુલર ફાઇલનો ઉપયોગ 60થી મોટા ખુણાઓનું ફાઇલીંગ કરવા માટે થાય છે. (આકૃતિ 4f)
  •  નાઇફ એજ ફાઇલ (Knife edge File): નાઇફ એજ ફાઈલનો ક્રોસ- સેકશન શાર્પ ત્રિકોણના આકાર જેવો હોય છે. તેનો ઉપયોગ સાંકડા ખાંચાઓ । તથા 10° થી મોટા ખુણાઓમાં ફાઈલીંગ કરવા માટે થાય છે. (આકૃતિ 4g)
  • ઉપરોક્ત દર્શાવેલ ફાઇલો (હેન્ડ ફાઇલ સિવાય)માં તેમની કુલ લંબાઈનો 1/3 ભાગ આગળથી ત્રાંસો હોય છે. આ ફાઇલો સિંગલ કટ અનેડબલ કટ બંનેમાં ઉપલબ્ધ હોય છે. આ ફાઇલો 100, 150, 200, 250, 300 અને 400 mm લંબાઇમાં ઉપલબ્ધ હોય છે. આ ફાઇલો બાસ્ટર્ડ, સેકન્ડ કટ અને સ્મુધ ગ્રેડમાં બનાવવામાં આવે છે.
  •  ટ્રાયસ્ક્વેર (Try Square):
  • પરિચય (Introduction) : ટ્રાય સ્કવેર એ ચેકીંગ કરવા માટેનું સાધન છે, જેનો મુખ્ય ઉપયોગ બે સપાટીઓ વચ્ચેના

  •  ટ્રાય સ્કવેરની મદદથી 0.002 mm per 10 mm संभा સુધીની ચોકસાઈમાં માપ માપી શકાય છે, આથી તેનો ઉપયોગ બધા વર્કશોપમાં બહોળા પ્રમાણમાં થાય છે. ટ્રાય સ્કવેરમાં મુખ્ય બે ભાગ હોય છે. 1) બ્લેડ, અને 2) સ્ટોક. બ્લેડની બંને સપાટીઓ એકબીજાને સમાંતર હોય છે. બ્લેડ ને સ્ટોક સાથે 
  • 90° નો ખુણો બને તે રીતે ફીટ કરવામાં આવે છે. 4.2.2 મટીરીયલ અને સાઇઝ (Material and Size) : ટ્રાય સ્કવેર હાર્ડેન્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ટ્રાય સ્કવેરની સાઇઝ તેની બ્લેડની લંબાઇના આધારે નક્કી કરવામાં આવે છે. જે સામાન્ય રીતે 100mm, 150mm, 200mm વગેરે હોય છે.
  •  ઉપયોગ (Uses):

1. 90° ના ખુણાઓ ચેક કરવા માટે
2. ફલેટનેશ ચેક કરવા માટે
3. વર્કપીસની ધારો સાથે 90ની રેખાઓ દોરવા માટે
4. વર્કપીસને વાઈસમાં કાટખુણે સેટ કરવા માટે 

Comments

Popular posts from this blog