Lesson 2 : Safety Precautions and First Aid (સલામતી અને પ્રાથમિક સારવાર)
Lesson 2 : Safety Precautions and First Aid (સલામતી અને પ્રાથમિક સારવાર)
- સલામતીનું મહત્વ :કોઇ પણ ઇન્ડસ્ટ્રી અથવા સંસ્થાનો મુખ્ય હેતુ તેમાં કામ કરતાં કારીગરોની સલામતી હોય છે. વર્કશોપ અથવા ઇન્ડસ્ટ્રીમાં અકસ્માતો નિવારવા માટે સલામતીને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. અકસ્માતના કારણે કારીગર હંગામી અથવા કાયમી રીતે અપંગ બની શકે છે અથવા તેનું મ્રુત્યુ પણ થઇ શકે છે. જે આર્થિક અને સામાજીક રીતે ખુબ જ નુકસાનકારક નિવડે છે. માટે જ સલામતી ખુબ જરુરી છે. કારીગરોમાં સામાન્ય જાગ્રુતતા હોય તો અકસ્માતનું પ્રમાણ ખુબ ઓછું રહે છે.
- વર્કશોપમાં રાખવામાં આવતી સામાન્ય સાવચેતીઓ (General Safety Precatuions to be observed in workshop) : વર્કશોપમાં અકસ્માતો નિવારવા માટે નીચે મુજબની સાવચેતીઓ દ્વારા કારીગરોને માર્ગદર્શન મળે છે.
- મશીન પર કામ કરતી વખતે સેટી ગાર્ડ વાપરવા,
- મશીન પર કામ કરતી વખતે ઢીલા કપડા ન પહેરવા જોઇએ
- મશીનનો ઉપયોગ માત્ર અધિક્રુત કારીગરો દ્વારા જ થવો જોઈએ,
- ઈલેકટ્રીક સાધનોનો ઉપયોગ માત્ર ઇલેકટ્રીકલ ખાતાના માણસો દ્વારા જ થવો જોઈએ,
- વર્કશોપમાં તોફાન મસ્તી જેવા કે દોડાદોડ કરવી, કોમ્પ્રેસ્ડ એર બીજા
- માણસો ઉપર તાકવી વગેરે થવા જોઇએ નહીં,સાધનો હંમેશા યોગ્ય જગ્યાએ જ મુકવા જોઇએ,
- કેમીકલ્સ, સળગી ઉઠે તેવા પદાર્થોની નજીક તથા વર્કશોપમાં અન્ય જગ્યાઓએ ધુમ્રપાન કરવા દેવું નહીં.
- સેફ્ટી ગોગલ્સ, હેન્ડ ગ્લોવ્ઝ, હેલ્મેટ, સેફ્ટી શુઝ જેવા સાધનોનો કામ પ્રમાણે ઉપયોગ કરવો જોઇએ.
- અકસ્માત:અકસ્માત એવી ઘટના છે જેના કારણે માણસ અથવા મશીનને નુકસાન પહોંચે છે. સલામતીના અભાવે અથવા ખામીના કારણે અકસ્માત ઉદ્ભવે છે. અકસ્માત એ અણધારી ઘટના છે. અકસ્માત માટે મુખ્યત્વે બે પરિબળો જવાબદાર છે.
- 1. માનવ,
- 2. મશીનરી
- અકસ્માત થવાના કારણો
- માનવીય
- વધુ પડતો આત્મવિશ્વાસ
- ચિંતા
- જ્ઞાનનો અભાવ
- બેદરકારી
- ઉતાવળ
- તંત્ર
- મિકેનીકલ ખામી
- ઈલેક્ટ્રીકલ ખામી
- કેમિકલ ખામી
- ડિઝાઇન અને પ્લાનિંગમાં ખામ
- વિધ્યુત ખામી (Electrical Fault) : ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે - નીચે મુજબની વિધ્યુત ખામીઓ જોવા મળે છે.
- ચાલુ લાઇનમાં શોર્ટ સકીટ થવાથી
- વોલ્ટેજમાં ફ્લકચ્યુએશન થવાથી
- કરંટ લીકેજ થવાથી
- અયોગ્ય અર્નીંગ થવાથી
- કનેકશન ઢીલા હોવાથી
- વાયરોના છેડા ખુલ્લા રહી જવાથી
- વિધુત ખામી નિવારવા માટેની સાવચેતીઓ (Precautions required against Electrical Fault):
- ફ્યુઝ યોગ્ય પ્રકારના વા૫૨વા જોઇએ.
- ઇલેકટ્રીકલ ઇન્સ્ટ્રુમેન્ટસના અથંગ યોગ્ય રીતે કરવા જોઇએ
- કામ કરતી વખતે હેન્ડ ગ્લોવ્ઝ, રબર શુઝ અને રબર મેટીંગનો ઉપયોગ કરવો જોઇએ.
- જોઈન્ટ અને કનેકશન ટાઈટ રાખવા જોઈએ.
- ઇન્સ્યુલેટેડ હેન્ડલવાળા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.
- રીપેરીંગ કામ કરતા પહેલા મેઈન સ્વીચ બંધ કરવી જોઈએ તથા લાઈનમાંથી બધા ફ્યુઝ બહાર કાઢી લેવા જોઇએ.
- જ્યાં કામ ચાલતું હોય ત્યાં ઇલેક્ટ્રીકલ કામ ચાલુ છે નું બોર્ડ લગાડવું જોઇએ.
- રાસાયણિક જોખમોમાં જાગૃતતા (Awareness in chemical hazards):
- વર્કશોપમાં જોખમી કેમીકલ્સનો ઉપયોગ કરવામાં આવે તો તેમનાં કારણે નાના-મોટા અકસ્માતો સર્જાવાની શક્યતા રહે છે. એસીડ, ધુમાડો, ખનિજ ડસ્ટ, વોલેટાઈલ પ્રકારનાં પ્રવાહીઓ તેમજ અમુક પ્રકારના ગેસ વગેરેનો સમાવેશ જોખમી કેમીકલ્સમાં થાય છે. કેમીકલ જોખમોના કારણે માણસના શરીર ઉપર ઝેરી અસર થતી હોય છે. ઘણી વખત તેમનાં કારણે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. ઘણાં કેમીકલ્સ એવા હોય છે જેમનાં લીધે ધડાકાઓ પણ થઈ શકે છે તથા આગ લાગવાની શક્યતા પણ રહે છે. આથી જ્યાં કેમીકલ્સનો ઉપયોગ થતો હોય તેવા પ્લાન્ટસ, ઈન્ડસ્ટ્રીઝ વગેરેમાં રાસાયણિક જોખમો વિશેની જાણકારી તથા જાગૃતતા હોવા ખૂબ જરૂરી છે. આવા રસાયણિક જોખમો નિવારવા નીચે મુજબના ઉપાયો થઈ શકે છે.
- ડસ્ટ અને ધુમાડાથી રક્ષણ મેળવવા માટે પૂરતા પ્રમાણમાં તથા યોગ્ય સાઈઝના વેન્ટીલેશનની જોગવાઈ કરવી જોઈએ.
- કારીગરોને કેમીકલ્સના ગુણધર્મો વિશે યોગ્ય જાણકારી પૂરી પાડવી જોઈએ
- વોશરૂમની યોગ્ય સગવડતા પૂરી પાડવી જોઈએ.
- આખી કેમીકલ સિસ્ટમને ક્લોઝડ રાખવી જોઈએ તથા સિસ્ટમમાં લીકેજ, જોઈન્ટ્સ વગેરેની યોગ્ય તપાસ રાખવી જોઈએ
- ડસ્ટ વગેરેને તળીયામાં રાખવા માટે વેટ પ્રોસેસનો ઉપયોગ કરવોજોઈએ.
- સલામતી આપતા જુદા જુદા સાધનો જેવા કે ગગલ્સ, એપ્રોન, માસ્ક રેસ્પીરેટર વગેરેનો ઉપયોગ કરવો જોઈ
- આગ લાગવાના કારણો ( Cause of Fire Hazards) :
1. ગરમીની નજીક સળગી ઉઠે તેવા પદાર્થો રાખવાથી
2. ઇલેકટ્રિકલ સાધનોના કારણે
3. વેલ્ડીંગ અને કટીંગ ટોર્ચના કારણે
4. સ્પાર્ક અથવા ફ્લેમના કારણે
5. ખામીયુક્ત અથવા વધુ પડતી ગરમ ચીમનીના કારણે
6. મશીનરીમાં ઘર્ષણના કારણે સ્પાર્ક થવાથી
7. ગરમ કોલસો અને રાખના કારણ
8. કામ કરવાની જગ્યાએ ધુમ્રપાન કરવાથી
- આગથી થતા અકસ્માતો નિવારવા માટેના ઉપાયો (Preventive Measures to avoid Fire Accidents):
1. સળગી ઉઠે તેવા દરેક પદાર્થો જેવા કે પેટ્રોલ, ડિઝલ, ગેસીસ, એકસપ્લોઝિવ્સ વગેરેને ગરમીથી હંમેશા દુર રાખવા જોઈએ.
2. ઓઇલ સ્ટોરેજ ટેન્ક, ગેસ પ્લાન્ટસ તથા કામ કરવાની અન્ય જગ્યાઓ ઉપર ધુમ્રપાનની સખત મનાઈ રાખવી જોઇએ.
3. વેલ્ડીંગ અથવા કટીંગ કરતી વખતે ઉડતા સ્પાર્ક સળગે તેવા પદાર્થો ઉપર ન પડે તેની કાળજી રાખવી જોઇએ.
4. ઇલેકટ્રીકલ સાધનો યોગ્ય રીતે ઇન્સ્યુલેટેડ હોવા જોઇએ.
5. ફ્યુઝ યોગ્ય સ્પેસિફિકેશનવાળા વા૫૨વા જોઈએ અને ઓવરલોડીંગ ન થાય તેની કાળજી રાખવી જોઇએ.
6. સળગી ઉઠે તેવો કચરો હંમેશા યોગ્ય કચરાપેટીમાં જ નાખવો જોઈએ.
7. ફાયર ફાયટીંગના સાધનો જેવા કે ફાયર એકસ્ટીંગ્યુસર, પાણી અથવા રેતી ભરેલી ડોલ વગેરે હંમેશા તૈયાર રાખવા જોઈએ.
8. ઓટોમેટીક ફાયર એલાર્મ યોગ્ય જગ્યાએ લગાડેલા હોવા જોઈએ.
- આગને ઓલવવી (Extinguishing Fires): (આકૃતિ 1)
- બળતણની પ્રક્રુતિના આધાર પર આગને ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે. જુદા જુદા પ્રકારની આગને જુદા જુદા પ્રકારના એકસૂટીંગ્યુઇસ એજન્ટ વડે જુદી જુદી રીતે ઓલવવામાં આવે છે. આગ ઓલવવાનો એજન્ટ એ એવો પદાર્થ છે કે જેનો ઉપયોગ આગ ઓલવવા માટે થાય છે અને તે સામાન્ય રીતે (કાયમ નહીં) ફાયર અકસ્ટીંગ્યુસરમાં રાખવામાં આવે છે.
- ચોકકસ પ્રકારની આગને ઓલવવા માટે ચોક્કસ એજન્ટની જાણકારી હોવી જરૂરી છે. જુદા જુદા પ્રકારની આગને ઓલવવા જુદા જુદા એજન્ટ સાથેના ફાયર એકસ્ટીગ્યુસરનો ઉપયોગ ક૨વામાં આવે છે, જે નીચે મુજબ છે.
- વોટરફિલ્ડએકસ્ટીંગ્યુસર (WaterFilledExtinguishers)(આકૃતિ2) : તેનો ઉપયોગ ક૨વા માટે બે પધ્ધતિ વપરાય છે.
- ફોમ એકસ્ટીગ્યુશર (Foam extinguishers) (આકૃતિ 3) :
- આ એકસ્ટીંગ્યુસર સ્ટોર્ડ પ્રેશર અથવા ગેસ કાર્ટીજ પ્રકારના હોય છે. એકસટીગ્યુંશરનો ઉપયોગ કરતા પહેલા તેના ઉપર લખેલી સુચનાઓ ચેક કરી લેવી જોઈએ.
ફોમ એકસ્ટીંગ્યુસર નીચે મુજબની આગ ઓલવવા માટે વધુ ઉપયોગી છે.
- ફ્લેમેબલ લીકવીડ ફાય
- ૨નીંગ લીકવીડ ફાયર
- જ્યાં ઇલેક્ટ્રીકલ સાધનો લગાડેલા હોય ત્યાં તેનો ઉપયોગ કદાપિ ન કરવો
- ડ્રાય પાવડર એકસ્ટ્રીગ્યુશર (Dry Powder extingushers) (આકૃતિ4):
- આ પ્રકારના એકસટીંગ્યુસરમાં સુકો પાવડર ફરવામાં આવે છે. તે સ્ટોર્ડ પ્રેશર અથવા ગેસ કાર્ટીજ પ્રકારના હોય છે. તેનો દેખાવ તથા ઉપયોગમાં લેવાની પધ્ધતિ વોટર ફિલ્ડ એકસ્ટીંગ્યુશર જેવી જ હોય છે. તેની ઓળખ તેના ઉપર લાગેલી ફોર્ક આકારની નોઝલ પરથી થાય છે.
- કાર્બન ડાયોકસાઇડ એક્યુટીગ્યુશર (Carbon Dioxide Extinguishers) (આકૃતિ 5) :
- આ પ્રકારના એકસ્ટીંગ્યુશરમાં પ્રવાહી સ્વરૂપ કાર્બન ડાયોકસાઇડને ઉંચા દબાણે ભરવામાં આવે છે. કાર્બન ડાયોકસાઇડ (COA) એ નોન કન્ડકટીંગ ગેસ છે, તે આગની આજુબાજુમાંથી હવાને દુર કરે છે. આમ ઓકિસજનની ગેરહાજરી થવાથી આગ ઓલવાઈ જાય છે. આ પ્રકારના એકસટીગ્યુશરનો મુખ્ય ફાયદો એ છે કે તેને જરૂરીયાત મુજબ ચાલુ અને બંધ કરી શકાય છે. તેનો ઉપયોગ પેટ્રોલ, ઓઇલ, ફેટ તથા ઇલેકટ્રીકલ આગને ઓલવવા માટે થાય છે.
- પ્રાથમિક સારવાર (First Aid) :
- અકસ્માત પામેલા વ્યક્તિને હોસ્પીટલ લઈ જતાં પહેલા જે સારવાર આપવામાં આવે છે તેને FIRST AID (પ્રાથમિક સારવાર) કહેવામાં આવે છે. ફેકટરી કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કારીગરને જો સામાન્ય ઇજા થઇ હોય તો તેને ફેકટરી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તે પોતાના કામ પર પાછો જઈ શકે છે.
- પ્રાથમિક સારવાર માટેના સાધનો (First Aid Equipments):
- સ્ટ્રેચર
- ટ્રીટમેન્ટ ટેબલ
- હોસ્પીટલ કોટ
- સ્ટરીલાઇઝર
- મેડીસીન કેબિનેટ
- લખવા માટેનું ટેબલ તથા ખુરશી
- વગેરે. કાતર, ટ્વીઝર, રબર ગ્લોવ્ઝ, ગરમ પાણીની બોટલ, આઇસ બેગ
🙏🙏🙏👉👉👉

.jpg)


Comments
Post a Comment